- IGXના IPOને SEBIની મંજૂરી મળી
- IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે
- IEX પોતાનો હિસ્સો ઘટાડીને 25% કરવા માગે છે
ઇન્ડિયન ગેસ એક્સચેન્જ (IGX)ના IPOને SEBIની મંજૂરી મળી છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે, એટલે કે પ્રમોટર Indian Energy Exchange (IEX) પોતાના શેર વેચશે. IEXનો IGXમાં 47%થી વધુ હિસ્સો છે.
IEX ₹1.67 કરોડના શેરની ઓફર કરશે. આ ઇશ્યૂમાંથી IGXને કોઈ આવક મળશે નહીં, કારણ કે તમામ રકમ વેચાણ કરનાર શેરધારક પાસે જશે.
IEX આ પ્રક્રિયા દ્વારા IGXમાં પોતાનો હિસ્સો ઘટાડીને 25% કરવા માગે છે.
