- સમગ્ર બોટાદ જિલ્લામાં ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ
- પ્રતિબંધ તા.૨૫/૧૦/૨૦૨૬ થી તા.૨૪/૧૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે
- પ્રતિબંધિત યાદીમાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા અને નાયનોલ થ્રેડ દોરી સામેલ
- ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર
- હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી અમલ કરાવશે
બોટાદ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંઝા અને અન્ય પ્રતિબંધિત દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર હંગામી પ્રતિબંધ મુકાયો છે. બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે આ જાહેરનામું બહાર પાડ્યું છે.
કયા પર પ્રતિબંધ?
પ્રતિબંધિત યાદીમાં ચાઈનીઝ તુક્કલ અને લેન્ટર્ન, ચાઈનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગવાળી પ્લાસ્ટિક દોરી તથા નાયનોલ થ્રેડ દોરીનો સમાવેશ થાય છે. આ બધાનો પતંગ ઉડાડવા કે ચગાવવા માટે ઉપયોગ થાય છે.
શા માટે જાહેરનામું?
ગુજરાત હાઇકોર્ટે રીટ પીટીશન (PIL) નં.૨૫૩/૨૦૧૬ના કેસમાં તા.૧૩/૦૧/૨૦૧૭ના આદેશથી આ દોરીના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો. તહેવારો દરમિયાન તેની ચુસ્ત અમલવારી કરવા પણ જણાવાયું હતું.
ગૃહ વિભાગના તા.૧૭/૦૯/૨૦૨૫ના પરિપત્રથી પણ જાહેરનામું બહાર પાડવા સૂચના અપાઈ હતી. દર વર્ષે દિવાળી અને ઉત્તરાયણ દરમિયાન આ સાધનસામગ્રીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતો હોવાનું જણાવાયું છે. તેનાથી માનવ તથા પશુ-પક્ષીઓને નુકસાન થાય છે અને જીવનું જોખમ વધે છે.
કેટલો સમય અમલ?
આ હુકમ તા.૨૫/૧૦/૨૦૨૬ થી તા.૨૪/૧૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તા મુજબ આ હુકમ કરાયો છે.
હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ અને ભંગ સામે પગલાં લેવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
