- 12 દુકાનો સીલ, જેમના પર રૂ. 4.13 લાખનો બાકી વેરો છે
- એક જ દિવસમાં ₹8,39,725 નો બાકી મિલકત વેરો વસૂલાયો
- બાકી વેરો ધરાવતા મિલકતધારકોને વહેલી તકે મનપા કચેરીએ વેરો જમા કરવા અનુરોધ
- બાકી વેરો ન ભરનારી મિલકતો તાત્કાલિક સીલ થશે
આણંદ: કરમસદ આણંદ મહાનગરપાલિકાએ બાકી વેરો ન ભરનારી 12 દુકાનો એક જ દિવસમાં સીલ કરી છે. આ કાર્યવાહી મનપાના ટેક્સ વિભાગની ખાસ ઝુંબેશ હેઠળ કરવામાં આવી છે.
12 દુકાનો સીલ, નોટિસ અપાઈ
આજે કરમસદ વિસ્તારમાં રૂ. 4.13 લાખનો બાકી વેરો ભરપાઈ ન કરનારી 12 દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી. દુકાનમાલિકોને વહેલી તકે બાકી વેરો ભરવા નોટિસ આપવામાં આવી છે.
એક જ દિવસમાં ₹8,39,725 વસૂલ
મનપાની ટેક્સ રિકવરી ટીમે એક જ દિવસમાં ₹8,39,725 નો બાકી મિલકત વેરો વસૂલ્યો છે.
મનપાની અપીલ અને ચેતવણી
ટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે જે મિલકતોનો વેરો બાકી છે, તેમણે વહેલી તકે મનપા કચેરી ખાતે વેરો જમા કરાવવો. અધિકારીએ ઉમેર્યું કે ઝુંબેશ દરમિયાન જે માલિકો બાકી વેરો ભરપાઈ નહીં કરે, તેમની મિલકતો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે.
